-->

HOW TO GET PVC ADHAR CARD ONLINE

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા, મોબાઈલથી અરજી કરો @uidai.gov.in


 PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : આધાર કાર્ડ આજના સમયમાં દરેક વ્યક્તિ માટે ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને તેના વિના કોઈ સરકારી કામકાજ થતું નથી. આધાર કાર્ડનો હાલમાં એડ્રેસ પ્રૂફ અને બર્થ પ્રૂફ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. બેંકના કામથી લઈને પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ સુધી આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર જારી કરતી સંસ્થા UIDAI સમય સમય પર તેની સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તમારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા (UIDAI)ના દરેક અપડેટથી વાકેફ રહેવું જોઈએ.




PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા

પોસ્ટ નામPVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા
પોસ્ટ પ્રકારPVC કાર્ડ
ઓર્ગેનૈઝેશનUIDAI
સત્તાવાર વેબસાઈટhttps://uidai.gov.in

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં

આધાર PVC શું છે?

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : ઓર્ડર આધાર PVC કાર્ડ એ UIDAI દ્વારા શરુ કરવામાં આવેલી નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચુકવીને PVC કાર્ડ પર તેની /તેણીની આધાર વિગતો પ્રિન્ટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જે વ્યક્તિને આધાર કાર્ડ સાથે મોબાઈલ રજીસ્ટર નથી તેઓ પણ નોન-રજીસ્ટર્ડ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર આપી શકે છે.

PVC આધાર કાર્ડ કઈ રીતે મળશે?

તમને આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે મળી જશે, જેનો ખર્ચ 50 રૂપિયા થશે.

શું જુના આધાર કાર્ડ માન્ય નહી ગણાય?

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : શું હવે એPVC આધાર કાર્ડનો ઉપયોગ કરવો ફરજિયાત થશે? ના તે નથી. UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય લોકોની સુવિધા માટે સમયાંતરે ઘણા પ્રકારના કાર્ડ જારી કરવામાં આવશે. જેમ કે ઈ-સપોર્ટ, સપોર્ટ લેટર એમ-સપોર્ટ અને સપોર્ટ પીવીસી કાર્ડ. તમે તમારી સુવિધા અને ઉપલબ્ધતા અનુસાર આમાંથી કોઈપણ પ્રકારના કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તે કહેવું ખોટું છે કે જૂનો આધાર હવે માન્ય નથી. બધા કાર્ડ સમાન છે અને તેનો ઉપયોગ સરકારી દસ્તાવેજ ચકાસણી તરીકે થઈ શકે છે.

આ પણ જુઓ : PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

આધાર PVC કઢાવવા કેટલો ખર્ચ થશે?

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા : જો તમે પણ ઓર્ડર કરવા માંગતા જોવ તો તમે કોઈ પણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો. તમે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમારા સમગ્ર પરિવારના આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છે. UIDAI દ્વારા PVC કાર્ડ માટે એક કાર્ડ દીઠ 50 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે જે તમારે ઓનલાઈન ચુકવવાની રહેશે.

PVC આધાર કાર્ડ ઓનલાઈન કઈ રીતે ઓર્ડર કરશો?

સ્ટેપ 1 : સૌપ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.

સ્ટેપ 2 : હવે My Aadhaar મેનુ પર ક્લિક કરો

સ્ટેપ 3 : ઓપ્શનમાંથી Order Aadhaar PVC Card પર ક્લિક કરો.

સ્ટેપ 4 : હવે Order Aadhaar PVC Card બોક્સ ખુલશે.

સ્ટેપ 5 : 12 અક્ષરનો આધાર નંબર અથવા 28 અક્ષરનો એનરોલમેન્ટ નંબર નાખો.

સ્ટેપ 6 : કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો


સ્ટેપ 7 : OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નમ્બર પર જશે. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક નથી તો તમે તમે વૈકલ્પિક નંબર નાખી તેમાં OTP મંગાવી શકો છો.

સ્ટેપ 8 : હવે OPT લખો અને સબમિટ બટન પર ક્લિક કરો

સ્ટેપ 9 : ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આવશે જેમાં તમે Credit Card / Debit Card / Net Banking / UPIથી કરી શકશો.

સ્ટેપ 10 : પેમેન્ટની માહિતી નાખો અને સબમિટ પર ક્લિક કરો (50 રૂપિયાનો ચાર્જ થશે Order Aadhaar PVC Card)

સ્ટેપ 11 : રસીદ ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે સાચવો.

આ પણ જુઓ : જમીન માપણી અરજી કરો ઓનલાઈન

PVC આધાર કાર્ડ સ્ટેટ્સ કઈ રીતે ચેક કરશો?

સ્ટેપ 1 : સૌપ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in પર જાઓ.

સ્ટેપ 2 : હવે My Aadhaar મેનુ પર ક્લિક કરો

સ્ટેપ 3 : ઓપ્શનમાંથી Order Aadhaar PVC Card પર ક્લિક કરો.

સ્ટેપ 4 : નીચે મુજબ Check Aadhaar PVC Card Status બોક્સ ખુલશે.

સ્ટેપ 5 : SRN નંબર અને કેપ્ચા નંબર નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો

Order Aadhaar PVC Cardઅહિયા ક્લિક કરો
PVC Card સ્ટેટ્સ ચેક કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજજાઓ

PVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા FAQs

PVC આધાર કાર્ડ માટે કેટલી ફી ચૂકવવી પડશે?

PVC કાર્ડ માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

PVC આધાર કાર્ડ મંગાવવા માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://myaadhaar.uidai.gov.in/